ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ. પી. એલ.) ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમના વાય. એસ. રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને એક વિકેટથી હરાવ્યું હતું. લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા નિર્ધારિત 210 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.3 ઓવરમાં નવ વિકેટે 211 રન બનાવી જીત પ્રાપ્ત કરી હતી. એક તબક્કે દિલ્હી પાંચ વિકેટે 65 રન પર સંઘર્ષ કરી રહ્યું હતું, પરંતુ પ્રભાવશાળી ખેલાડી આશુતોષ શર્માએ નવોદિત વિપરાજ નિગમ સાથે મળીને રમતને દિલ્હીની તરફેણમાં ફેરવી દીધી હતી.
આશુતોષે 31 બોલમાં અણનમ 66 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જ્યારે વિપરાજ નિગમે માત્ર 15 બોલમાં 39 રન બનાવ્યા હતા. આશુતોષે છગ્ગો ફટકારીને જીત અપાવી હતી, અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.અગાઉ દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી. લખનઉ સુપર જાયન્ટ્સ વતી મિચેલ માર્શે 72 અને નિકોલસ પુરને 75 રન બનાવ્યા હતા. આજે સાંજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે.
Site Admin | માર્ચ 25, 2025 9:45 એ એમ (AM)
IPL ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સે છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને એક વિકેટથી હરાવ્યું
