આઇપીએલ ક્રિકેટમાં, આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચવારની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ત્રણવારની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે..
મુંબઇ ઇન્ડિયન્સે હજુ આઇપીએલ 2025માં ખાતુ નથી ખોલાવ્યું, જ્યારે કેકેઆર અગાઉની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે જીત્યું હતું. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
ગઈકાલે રાત્રે રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ-CSKને છ રનથી હરાવ્યું હતું. 183 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ નિર્ધારિત વીસ ઓવરમાં છ વિકેટ ગુમાવીને 176 રન કરી શકતા તેનો પરાજય થયો હતો.
Site Admin | માર્ચ 31, 2025 2:05 પી એમ(PM)
IPL ક્રિકેટમાં, આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો
