ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 12, 2025 8:25 એ એમ (AM)

printer

IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઈટન્સ લખનઉ સુપર જાયન્ટ્સ સામે અને પંજાબ કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે

IPL ક્રિકેટમાં આજે બપોરે સાડા ત્રણ વાગે લખનઉમાં ગુજરાત ટાઈટન્સનો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થશે, જ્યારે સાંજે સાડા સાત વાગે હૈદરાબાદમાં પંજાબ કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે
દરમ્યાન ગઇકાલે ચેન્નાઈમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને આઠ વિકેટથી પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા, ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 103 રન બનાવ્યા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સુનીલ નારાયણે ત્રણ વિકેટ લીધી, જ્યારે વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ લીધી.
લક્ષ્યાંકનો પીછો કરતાં કોલકાતા નાઈટ રાઈડર્સે 11મી ઓવરમાં જ વિજયી લક્ષ્ય હાંસલ કરી લીધું. ઓપનર સુનીલ નારાયણે 18 બોલમાં 44 રન બનાવ્યા. ચેન્નાઈ સુપર કિંગ્સના અંશુલ કંબોજ અને નૂર અહેમદે એક-એક વિકેટ લીધી. સુનીલ નારાયણને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ