ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 19, 2025 9:36 એ એમ (AM)

printer

IPL ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 10 વિકેટે હરાવ્યું – જ્યારે પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને દસ રનથી હરાવ્યું હતું.

IPL ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 10 વિકેટે હરાવ્યું છે. ગઈકાલે રાત્રે દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં 200 રનના લક્ષ્યનો પીછો કરતાં ગુજરાતની ઓપનિંગ જોડી સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલે લક્ષ્યાંક પાર પાડ્યો હતો. સુદર્શનની શાનદાર સદી અને ગિલની 53 બોલમાં 93 રનની ઇનિંગે ગુજરાતને એક ઓવર બાકી હતી ત્યારે વિજય મેળવી લીધો હતો. સુદર્શનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.અગાઉ, પ્રથમ બેટિંગ કરતા, યજમાન ટીમે ઓપનર કે.એલ.રાહુલની અણનમ સદીની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટે 199 રન બનાવ્યા હતા. આ જીત સાથે, ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચીને પ્લેઓફ માટે ક્વોલિફાય થયું છે.અન્ય એક મેચમાં, પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 10 રનથી હરાવ્યું હતું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લઈને 20 ઓવરમાં 219 રન કર્યા હતા. 220 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 209 રન બનાવી શકી હતી.