IPLમાં, લખનૌ સુપર જાયન્ટ્સે ગઈકાલે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને બે રનથી હરાવ્યું.181 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ, નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટે 178 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી અવેશ ખાને
ત્રણ વિકેટ લીધી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.અગાઉ, લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં પાંચ વિકેટે 180 રન બનાવ્યા હતા.અમદાવાદમાં રમાયેલી બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. 204 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે જોસ બટલરના અણનમ 97 રનની મદદથી 19.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું હતું. આ પહેલા દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે 203 રન બનાવ્યા હતા. આ જીત સાથે, ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે,આઈપીએલમાં આજે, પંજાબ કિંગ્સ ચંદીગઢમાં બપોરે 3:30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે, અને મુંબઈ ઇન્ડિયન્સ 7:30 વાગ્યે મુંબઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.
Site Admin | એપ્રિલ 20, 2025 8:56 એ એમ (AM)
IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને બે રને હરાવ્યું
