આઇપીએલમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
જ્યારે ગઇકાલે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને 12 રનથી હરાવ્યું હતું. તિલક વર્માએ 33 બોલમાં 59 રનની ઇનિંગ રમીને મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટે 205 રન સુધી પહોંચાડી દીધું હતું. રાયન રિકેલ્ટન, સૂર્યકુમાર યાદવ અને નમન ધીરે પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું.જવાબમાં, કરૂણ નાયરે 40 બોલમાં 89 રન બનાવ્યાં હોવા છતાં દિલ્હી કેપિટલ્સની ટીમ 19 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કર્ણ શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે મિશેલ સેન્ટનરે બે વિકેટ ઝડપી હતી.
Site Admin | એપ્રિલ 14, 2025 9:58 એ એમ (AM)
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 12 રનથી હરાવ્યું
