ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 2, 2025 8:12 એ એમ (AM)

printer

IPLમાં મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 100 રનથી પરાજય આપ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 100 રનથી પરાજય આપ્યો. મુંબઈએ રાજસ્થાનને જીતવા 218 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં રાજસ્થાનની ટીમ 117 રનમાં ઑલ-આઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન માટે જોફ્રા આર્ચરે સૌથી વધુ 30 રન બનાવ્યા. જ્યારે મુંબઈ માટે ટ્રેન્ટ બૉલ્ટ અને કર્ણ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
આ પહેલા રાજસ્થાને ટૉસ જીતીને મુંબઈની ટીમને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. મુંબઈએ 20 ઑવરમાં બે વિકેટ ગુમાવી 217 રન બનાવ્યા. મુંબઈ તરફથી રયાન રિકેલ-ટને સૌથી વધુ 61 રન બનાવતા તેમને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા. દરમિયાન રાજસ્થાનના મહીશ તિક્ષના અને રિયાન પરાગે એક-એક વિકેટ લીધી હતી.
આજે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મૅચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.