ગઈકાલે રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL T-20આઇ. પી. એલ. ટી-20 ક્રિકેટ મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું હતું. 199 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, કે. કે. આર. 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 159 રન જ બનાવી શકી હતી.. સુકાની અજિંક્ય રહાણે કેકેઆર માટે અડધી સદી ફટકારી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવ્યા હતા. સુકાની શુભમન ગિલે 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સાઈ સુદર્શને 52 રનનું યોગદાન આપ્યું હતું. ગિલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે ગુજરાત 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે કે. કે. આર. છ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.
Site Admin | એપ્રિલ 22, 2025 9:37 એ એમ (AM)
IPLમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું
