ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPL ટી-20 ક્રિકેટનો એક સપ્તાહ બાદ આજથી ફરી પ્રારંભ થઈ રહ્યો છે. બેંગ્લુરુમાં યજમાન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સાંજે સાડા સાત વાગ્યે રમાશે.
આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે નવ મૅ-એ IPL ટૂર્નામૅન્ટ રદ કરવામાં આવી હતી. ટૂર્નામૅન્ટની ટોચની મૅચ માટે નવો કાર્યક્રમ જાહેર કરાયો છે. તેમાં મોહાલી અને ધર્મશાલામાં કોઈ મૅચ નહીં રમાય. આ ઉપરાંત 25 મૅ-એ રમાનારી ફાઈનલ મૅચ હવે ત્રણ જૂને રમાશે. જ્યારે પ્લેઑફમાં સ્થળની જાહેરાત પછીથી કરાશે.