આઇપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ જયપુરના સ્વાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.જ્યારે ગત રાત્રે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટથી વિજય મેળવ્યો હતો. દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 163 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો લક્ષ્યનો પીછો કરતા, RCBએ 9 બોલ પહેલાં જ 4 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા અને મેચ જીતી લીધી હતી. ગઇકાલે રમાયેલી બીજી મેચમાં, મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે, મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યું. 216 ના લક્ષ્યનો પીછો કરતા, લખનૌએ નિર્ધારિત 20 ઓવરમાં 161 રન બનાવ્યા હતાં.
Site Admin | એપ્રિલ 28, 2025 9:02 એ એમ (AM)
IPLમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જયપુરમાં મૂકાબલો
