ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 7, 2025 1:52 પી એમ(PM)

printer

IPLમાં, આજે મુંબઇમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો.

આઇપીએલ ટી-20 ક્રિકેટમાં, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.
ગઈકાલે ગુજરાત ટાઇટન્સે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું. 153 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 16.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી સુકાની શુબમન ગિલે અણનમ 61 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાઝને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા.