ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 6, 2025 9:44 એ એમ (AM)

printer

IPLમાં, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ ભારે વરસાદને કારણે રદઃ આજે મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો

આઇપીએલ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ ગઈ રાત્રે હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.બંને ટીમોને એક પોઈન્ટ મળ્યો હતો, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ પાંચમા સ્થાને રહી હતી.અગાઉ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં સાત વિકેટે 133 રન બનાવ્યા હતા. હૈદરાબાદના સુકાની પેટ કમિન્સે ત્રણ વિકેટ ઝડપી હતી. જોકે, બીજી ઇનિંગની શરૂઆત પહેલા જ ભારે વરસાદ પડ્યો હતો.આજે, યજમાન મુંબઈ ઈન્ડિયન્સ સાંજે 7.30 વાગ્યે વાનખેડે સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ