ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 7, 2025 9:15 એ એમ (AM)

printer

IPLમાં, ગુજરાત ટાઇટન્સે વરસાદથી પ્રભાવિત મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને DLS પદ્ધતિ દ્વારા ચાર વિકેટથી હરાવ્યું

IPL ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સે ગઈ કાલે રાત્રે વાનખેડે સ્ટેડિયમ ખાતે વરસાદથી પ્રભાવિત છેલ્લાં બોલની રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે DLS પદ્ધતિ દ્વારા ચાર વિકેટથી જીત મેળવી હતી. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ ચોથા સ્થાને આવી ગયું છે.પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ મળ્યા બાદ મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા. વિલ જેક્સે 53 રન અને સૂર્યકુમાર યાદવે 35 રનનું યોગદાન આપ્યું. ગુજરાત ટાઇટન્સ વતી સાઈ કિશોરે 2 વિકેટ ઝડપી હતી.
જવાબમાં ગુજરાત ટાઇટન્સે વરસાદના બે વિક્ષેપો બાદ મેચના છેલ્લા બોલ પર 147 રનના સુધારેલા લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. સુકાની શુભમન ગિલે 46 બોલમાં 43 રન બનાવ્યા હતા. તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. મુંબઈ તરફથી ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરા અને અશ્વની કુમારે બે-બે વિકેટ ઝડપી હતી.