IPL ક્રિકેટમાં, પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સને 37 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. 237 રનના લક્ષ્યનો પીછો કરતા, લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 199 રન બનાવ્યા. લખનૌ સુપર જાયન્ટ્સ માટે, આયુષ બદોની 74 રન સાથે ટોચનો સ્કોરર રહ્યો, જ્યારે અબ્દુલ સમદે 45 રન બનાવ્યા હતાં. પંજાબ કિંગ્સ માટે, અર્શદીપ સિંહે ત્રણ વિકેટ, અઝમતુલ્લાહ ઓમરઝાઈએ બે વિકેટ, માર્કો જાનસેન અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ઝડપી હતી. અગાઉ, લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 236 રનનો કમાન્ડિંગ સ્કોર બનાવ્યો. 91 રન બનાવનાર પ્રભસિમરન સિંહે પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.ગઈકાલે ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી અન્ય મેચમાં, યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સ રાજસ્થાન રોયલ્સને ફક્ત એક રનથી હરાવવામાં સફળ રહ્યા. 207 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં આઠ વિકેટે 205 રન બનાવ્યા હતા. અગાઉ, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા, કોલકાતાએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટે 206 રન બનાવ્યા. ગઈકાલની જીત બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ એક સ્થાન ઉપર આવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયું.આજે, સનરાઈઝર્સ હૈદરાબાદ હૈદરાબાદમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
Site Admin | મે 5, 2025 8:38 એ એમ (AM)
IPLમાં કોલકત્તા નાઇટ રાઇડર્સનો રાજસ્થાન રોયલ્સ સામે એક રને રોમાંચક વિજય- જ્યારે પંજાબ કિગ્સે લખનૌને પરાજય આપ્યો
