ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPL ટી-20 ક્રિકેટમાં આજે બે મૅચ રમાશે. પહેલી મૅચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્ઝ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાશે. આ મૅચ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. બીજી મૅચ પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. હિમાચલ પ્રદેશના ધરમશાળા ખાતે આવેલા હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.
કોલકાતા દસ મૅચમાં નવ પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. જ્યારે રાજસ્થાન રૉયલ્સ 11 મૅચમાં છ પૉઈન્ટ સાથે આઠમા સ્થાને છે. બીજી તરફ, પંજાબ કિંગ્સ 10 મૅચમાં 13 પૉઈન્ટ સાથે ચોથા અને લખનઉ સુપર જાયન્ટ્સ 10 પૉઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.
Site Admin | મે 4, 2025 2:19 પી એમ(PM)
IPLમાં આજે બપોરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે મુકાબલો.
