ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 18, 2025 9:04 એ એમ (AM)

printer

IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે

IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે.રાજસ્થાન રોયલ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે બપોરે 3:30 વાગ્યે સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર ખાતે થશે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે સાંજે 7:30 વાગ્યે અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી ખાતે થશે.દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે સ્થગિત થયા બાદ ગઇકાલથી ફરી શરૂ થયેલી IPL સ્પર્ધામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ ભારે વરસાદને કારણે ધોવાઈ ગઈ હોવાથી કોલકાતા નાઈટ રાઈડર્સ, IPL માંથી બહાર થયું છે.વરસાદને કારણે, RCB 17 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે ગુજરાત ટાઇટન્સના 16 પોઈન્ટ અને પંજાબ કિંગ્સના 15 પોઈન્ટ છે.ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયાના વિરામ બાદ BCCIએ ટુર્નામેન્ટના બાકીના સમયપત્રક માટે એક નવું શેડ્યૂલ બહાર પાડ્યું છે, જેમાં મોહાલી અને ધર્મશાલામાં કોઈ મેચ રમાશે નહીં. ફાઇનલ મેચ જે 25 મેના રોજ રમાવાની હતી તે હવે ત્રણ જૂનના રોજ રમાશે. પ્લેઓફ માટેના સ્થળોની જાહેરાત પછીથી કરવામાં આવશે.