ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 1, 2025 9:09 એ એમ (AM)

printer

IPLની મેચમાં ચેન્નાઇ સુપર કિગ્સ સામે પંજાબ કિંગ્સનો વિજય

IPL T20 ક્રિકેટમાં, ગઈકાલે રાત્રે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે, પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ ને 4 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 19.2 રનમાં 190 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. CSK માટે, સેમ કુરન 47 બોલમાં સૌથી વધુ 88 રન બનાવ્યા અને ડેવાલ્ડ બ્રેવિસે પણ 26 બોલમાં 32 રનનું યોગદાન આપ્યું હતુ.પંજાબ કિંગ્સ તરફથી સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ લીધી, જ્યારે અર્શદીપ સિંહ અને માર્કો જાન્સેનએ 2-2 વિકેટ ઝડપી હતી. પંજાબ કિંગ્સે બે બોલ બાકી હતા ત્યારે જ છ વિકેટે 194 રન બનાવીને મેત જીતી લીધી હતી. પ્લેયર ઓફ ધ મેચ બનેલા સુકાની શ્રેયસ ઐયરે 41 બોલમાં 72 રન કર્યા હતા, જ્યારે ઓપનર પ્રભસિમરન સિંહે અડધી સદી ફટકારી હતી. CSK માટે, ખલીલ અહેમદ અને મથીશા પથિરાનાએ 2-2 વિકેટ લીધી. આજે, રાજસ્થાન રોયલ્સ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. મેચ સાંજે 07:30 વાગ્યે શરૂ થશે.ગયા વર્ષે 25 નવેમ્બરના રોજ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી હતી આ ધરપકડ બાદ બાંગ્લાદેશ હાઈકોર્ટે ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા હતા.