મે 1, 2025 3:09 પી એમ(PM)

printer

INS સુરત આજે હજીરા બંદરે આવી પહોંચ્યું

INS સુરત આજે હજીરા બંદરે આવી પહોંચ્યું છે. ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ ગત 15 જાન્યુઆરીએ દેશને સમર્પિત કરાયું છે. સુરતના નૌકા વેપારના વારસાને સન્માન આપતા ‘INS સુરત’ નામ અપાયું છે. યુદ્ધ જહાજ ‘INS સુરત’ થકી સુરતના ઐતિહાસિક વારસાને જીવંત માન્યતા અપાઈ છે.