IIT-બોમ્બેએ કૃત્રિમ બુદ્ધિ-સંચાલિત ડેટા સેન્ટરો માટે અદ્યતન કૂલિંગ સોલ્યુશન્સ વિકસાવવા માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પ્રદાતા VERTIV સાથે ભાગીદારી કરી છે. વધતા થર્મલ પડકારોને પહોંચી વળવા આ સહયોગ સધાયો છે. ભારતીય વ્યવસાયોમાં AI અપનાવવાની પ્રક્રિયા ઝડપથી વધી રહી છે અને 2025 સુધીમાં ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સનો વીજ વપરાશ ઝડપથી વધવાની અપેક્ષા છે. IIT-બોમ્બેના ડિરેક્ટર પ્રોફેસર શિરીશ કેદારેએ જણાવ્યું કે, આ ભાગીદારી શૈક્ષણિક સંશોધનને ઉદ્યોગ-સંબંધિત, ભવિષ્ય માટે તૈયાર સોલ્યુશન્સમાં રૂપાંતરિત કરવામાં મદદ કરશે.
Site Admin | ડિસેમ્બર 18, 2025 9:21 એ એમ (AM)
IIT-બોમ્બેએ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પ્રદાતા VERTIV સાથે ભાગીદારી કરી