ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 30, 2025 9:54 એ એમ (AM)

printer

IIT ગાંધીનગરે NDRF માટે મજબૂત અને વિશ્વસનીય બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ વિકસાવી

IIT ગાંધીનગરે NDRF માટે મજબૂત અને વિશ્વસનીય બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ વિકસાવી છે. ગાંધીનગરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી દ્વારા વડોદરાના જરોદ સ્થિત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 6ઠ્ઠી બટાલિયનને સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસિત બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ સોંપી હતી.આ IITGN નો કર્મચારી-આગેવાની હેઠળનો પ્રથમ પ્રોજેક્ટ છે જે ઇન-હાઉસ વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ બોરવેલ રેસ્ક્યુ કામગીરીને વધુ સુરક્ષિત અને વધુ અસરકારક બનાવવાનો છે.દર વર્ષે, ભારતમાં બાળકો ખુલ્લા બોરવેલમાં પડી જાય છે, જે બચાવકર્તાઓ માટે જટિલ પડકારો ઉભા કરે છે. જેમાં ભારે અને અસ્થિર રેસ્ક્યુ સળિયાને મેન્યુઅલી ઉપાડવાને બદલે નિયંત્રિત લિફ્ટિંગ-ડ્રેગિંગ મિકેનિઝમનો સમાવેશ થાય છે. આ નવી સિસ્ટમ અનેક મોક ટેસ્ટમાં સફળતા થયા બાદ તેને ક્ષેત્રીય ઉપયોગ માટે NDRFને સોંપવામાં આવી છે.