ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક – IIP એ માર્ચમાં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દરને ફેબ્રુઆરીમાં 2.7 ટકાના સુધારેલા વૃદ્ધિ દરથી સુધારીને 3 ટકા કર્યો છે. IIP ના ત્રણ મુખ્ય ઘટકોમાંથી વીજળી ઉત્પાદનમાં 6.3 ટકા, ઉત્પાદનમાં 3 ટકા અને ખાણકામ પ્રવૃત્તિમાં 0.4 ટકાનો વધારો થયો છે. માર્ચ 2024 ની સરખામણીમાં માર્ચ 2025 માં ઉપયોગ-આધારિત વર્ગીકરણ મુજબ IIP ના સંબંધિત વૃદ્ધિ દર પ્રાથમિક વસ્તુમાં 3.1 ટકા, મૂડી આધારિત વસ્તુમાં 2.4 ટકા, મધ્યવર્તી વસ્તુમાં 2.3 ટકા, માળખાગત સુવિધા અથવા બાંધકામ વસ્તુમાં 8.8 ટકા, લાંબા ગાળાના ગ્રાહક વસ્તુમાં 6.6 ટકા અને ટૂંકા ગાળાના ગ્રાહક વસ્તુમાં 4.7 ટકા છે. આ આંકડા આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
Site Admin | એપ્રિલ 29, 2025 9:40 એ એમ (AM)
IIP એ માર્ચમાં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દરને ફેબ્રુઆરીમાં 2.7 ટકાના સુધારેલા વૃદ્ધિ દરથી સુધારીને 3 ટકા કર્યો
