IIM અમદાવાદને સતત છઠ્ઠા વર્ષે શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા તરીકે સ્થાન મળ્યું. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક-NIRF ઇન્ડિયા રેન્કિંગ 2025માં, અમદાવાદની આ સંસ્થાને સન્માનિત કરવામાં આવી છે.
આ અંગે, IIM અમદાવાદના નિયામક પ્રો. ભરત ભાસ્કરે કહ્યું, “IIMA ખાતે, અમે ઝડપથી બદલાતી દુનિયાના પડકારોનો સામનો કરી શકે તેવા મેનેજમેન્ટ નેતાઓ અને નવીનતાઓને પોષવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સિદ્ધિ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની શૈક્ષણિક શ્રેષ્ઠતા, અસરકારક સંશોધન અને સમાજમાં યોગદાન પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 7:14 પી એમ(PM)
IIM અમદાવાદને સતત છઠ્ઠા વર્ષે શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા તરીકે સ્થાન મળ્યું