ICC મહિલા વિશ્વ કપ 2025 ની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 59 રનથી હરાવ્યું.ગુવાહાટીમાં રમાયેલી વરસાદથી પ્રભાવિત આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 47 ઓવરમાં 8 વિકેટે 269 રન બનાવ્યા.ભારત તરફથી અમનજોત કૌરે સૌથી વધુ 57 રન બનાવ્યા. શ્રીલંકાની ઇનોકા રાણાવીરાએ ચાર વિકેટ લીધી. મેચ વરસાદને કારણે વિક્ષેપિત થઈ, જેના કારણે ઓવર ઘટાડીને 47 કરાઇ હતી.ડકવર્થ-લુઇસ પદ્ધતિમાં મુજબ ભારતનો અંતિમ સ્કોર 270 રનનો રાખવામાં આવ્યો, જેનાથી શ્રીલંકાને જીતવા માટે 271 રનનો લક્ષ્યાંક મળ્યો. જવાબમાં શ્રીલંકા 211 રન જ બનાવી શકતા ભારતનો વિજય થયો હતો. ભારતની દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રવિવારે કોલંબો ખાતે રમાશે.
Site Admin | ઓક્ટોબર 1, 2025 8:46 એ એમ (AM)
ICC મહિલા વિશ્વ કપ 2025ની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 59 રનથી હરાવ્યું
