ICC મહિલા વન-ડે ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ મેચ નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે બપોરે
3 વાગ્યે શરૂ થશે. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
દરમિયાન ગઈકાલે રાત્રે ઈન્દોરમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને છ વિકેટે હરાવ્યું. ઈંગ્લેન્ડના નવ વિકેટે 244 રનના જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ માત્ર 40 ઓવર અને ત્રણ બોલમાં 248 રન બનાવીને મેચ જીતી લીધી.ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ પહેલાથી જ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂક્યા છે.
Site Admin | ઓક્ટોબર 23, 2025 8:38 એ એમ (AM)
ICC મહિલા વન-ડે ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો