ICC મહિલા ODI ક્રિકેટ વિશ્વ કપમાં, ભારત આજે બીજી મેચમાં પાકિસ્તાન સામે રમશે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટની ભારતની બીજી મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. DLS પદ્ધતિ દ્વારા શ્રીલંકાને 59 રનથી હરાવીને ભારતની મહિલા ટીમે પોતાની પહેલી મેચ જીતી હતી.બીજી તરફ, પાકિસ્તાનને ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં બાંગ્લાદેશ સામે સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતનો પોતાના હરીફો સામે ODIમાં 11-0નો પ્રબળ રેકોર્ડ છે. ભારત માટે, આ મેચ સેમિફાઇનલ ક્વોલિફાય તરફ એક પગલું છે.
Site Admin | ઓક્ટોબર 5, 2025 8:08 એ એમ (AM)
ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
