ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 27, 2025 9:22 એ એમ (AM)

printer

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો ઓસ્ટ્રેલીયા સામે સેમિફાઇનલ મેચમાં 30 ઓકટોબરે મૂકાબલો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 30 ઓકટોબરે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલીયા સામે સેમિફાઇનલમાં રમશે. દરમિયાન ગઇકાલે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંતિમ લીગ મેચ વરસાદને કારણે ખોરવાતા બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો. ભારતીય ટીમ 8.4 ઓવરમાં 57-0થી આગળ રમી રહી હતી. ફક્ત 69 રન બાકી હતા ત્યારે વરસાદને કારણે રમત બંધ કરાઈ હતી.