ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં, આજે ઓસ્ટ્રેલિયા વિશાખાપટ્ટનમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે.જ્યારે ગઈકાલે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઇ હતી. બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. પાકિસ્તાન માટે આ એક મોટો ફટકો હતો કારણ કે તેઓ ટુર્નામેન્ટમાં હજુ સુધી એક પણ મેચ જીતી શક્યા નથી.વરસાદના કારણે પ્રથમ ઇનિંગમાં વિક્ષેપ પડ્યો, મેચ ઘટાડીને 31 ઓવર કરવામાં આવી. ઇંગ્લેન્ડે નવ વિકેટે 133 રન બનાવ્યા અને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (DLS) પદ્ધતિ હેઠળ, પાકિસ્તાનને 113 રનનો લક્ષ્યાંક મળ્યો. જેના જવાબમાં પાકિસ્તાને સાત ઓવરમાં કોઈ નુકસાન વિના 34 રન બનાવ્યા અને પછી વરસાદ પડ્યો હતો. સતત વરસાદને કારણે આખરે મેચ રદ કરવામાં આવી.
Site Admin | ઓક્ટોબર 16, 2025 8:12 એ એમ (AM)
ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં, આજે ઓસ્ટ્રેલિયા વિશાખાપટ્ટનમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે
