ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 24, 2025 10:30 એ એમ (AM)

printer

ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, ન્યૂઝીલેન્ડને 53 રનથી હરાવીને ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, ન્યૂઝીલેન્ડને 53 રનથી હરાવીને ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ શાનદાર સદી નોંધાવી ભારતનો સ્કોર 49 ઓવરમાં 3 વિકેટે 340 રને પહોંચાડ્યો. મંધાનાના 109 અને રાવલના 122 રન સાથે બંને વચ્ચે 212 રનની રેકોર્ડ-બ્રેકિંગ ઓપનિંગ ભાગીદારી થઈ, જે મહિલા વિશ્વ કપ ઇતિહાસમાં ભારત માટે સૌથી વધુ છે.
વરસાદથી પ્રભાવિત મેચમાં DLS અનુસાર 325 રનના લક્ષ્યનો પીછો કરતા, ન્યૂઝીલેન્ડે 44 ઓવરમાં 8 વિકેટે 271 રન બનાવ્યા. આ જીત સાથે, ભારત હવે ત્રણ જીતમાંથી છ પોઈન્ટ મેળવી ચૂક્યું છે અને સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સાથે જોડાઈ ગયું છે.