ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, આજે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બપોરે 3 વાગ્યે વિશાખાપટ્ટનમમાં મેચ રમાશે. દરમિયાન ગઈકાલે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું.
ઓસ્ટ્રેલિયાએ આપેલા 222 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાને 36.3 ઓવરમાં 114 રન બનાવ્યા. અગાઉ ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા. બેથ મૂનીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.
Site Admin | ઓક્ટોબર 9, 2025 6:31 એ એમ (AM)
ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, આજે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બપોરે 3 વાગ્યે વિશાખાપટ્ટનમમાં મેચ રમાશે
