આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ – ICCની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓના વિશ્વકપની સ્પર્ધામાં આજે ભારત અને બાંગ્લાદેશની ટીમનો મુકાબલો થઈ રહ્યો છે. ઝિમ્બાબ્વેમાં રમાતી મૅચમાં ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી 48 ઑવર ચાર બૉલમાં 238 રન બનાવી ઑલઆઉટ થઈ છે. ટીમ તરફથી સૌથી વધુ 80 રન અભિજ્ઞાન કુંડુએ અને 72 રન વૈભવ સૂર્યવંશીએ કર્યા છે. જ્યારે બાંગ્લાદેશના બૉલર અલ ફહાદે સૌથી વધુ પાંચ વિકેટ લીધી છે. વરસાદ થતાં મૅચને 49 ઑવરની કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 7:28 પી એમ(PM)
ICC-ની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓના વિશ્વકપમાં ભારતે બાંગ્લાદેશને જીતવા 239 રનનો લક્ષ્યાંક આપ્યો