ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 30, 2025 8:03 પી એમ(PM)

printer

ICC ક્રિકેટ મહિલા ODI વિશ્વ કપની પહેલી મેચમાં શ્રીલંકા સામે ભારતના 36 ઓવરમાં 184 રન

ગુવાહાટીમાં રમાઈ રહેલા ICC ક્રિકેટ મહિલા ODI વિશ્વ કપની પહેલી મેચમાં છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતીય ટીમે 40 ઓવરમાં 6 વિકેટે 210 રન બનાવ્યા છે. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. વરસાદને કારણે મેચ 48 ઓવરની કરવામાં આવી છે. મેચ રોકવામાં આવી ત્યાં સુધી અમનજોત કૌર 50 અને દિપ્તી શર્મા 37 રને રમતમાં છે.
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પોતાના પ્રથમ ICC ખિતાબ માટે સજ્જ છે. 2025 મહિલા વર્લ્ડ કપ એ 50 ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી આવૃત્તિ છે જેમાં 8 ટીમો – ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.