ICC અંડર-19 ક્રિકેટ વિશ્વ કપની પહેલી મેચમાં ભારતે ડકવર્થ-લુઇસ પદ્ધતિ હેઠળ અમેરિકાને 6 વિકેટે હરાવ્યું હતું. ગઈકાલે ઝિમ્બાબ્વેમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા અમેરિકાએ 35 ઓવર અને બે બોલમાં માત્ર107 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ત્યારબાદ વરસાદને કારણે મેચ 37 ઓવરની કરવામાં આવી હતી. ભારતીય ટીમે સુધારેલો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. ભારતના હેનિલ પટેલને પાંચ વિકેટ લેવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારત આવતીકાલે ગ્રુપ-Aની આગામી મેચમાં બાંગ્લાદેશનો સામનો કરશે.
Site Admin | જાન્યુઆરી 16, 2026 9:52 એ એમ (AM)
ICC અંડર-19 ક્રિકેટ વિશ્વ કપની પહેલી મેચમાં ભારતે ડકવર્થ-લુઇસ પદ્ધતિ હેઠળ અમેરિકાને 6 વિકેટે હરાવ્યું