આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICCની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેના વિશ્વકપની સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. ઝિમ્બાબ્વેમાં રમાઇ રહેલી પહેલી મૅચમાં સંયુક્ત રાજ્ય અમેરિકા – USAની ટીમ 35.2 ઓવરમાં 107 રન પર આઉટ થઇ ગઇ. ભારતે બેટિંગ શરૂ કરતાં ચાર ઑવરમાં એક વિકેટ ગુમાવી 21 રન કર્યા હતા, પરંતુ વરસાદના કારણે મૅચને મોકૂફ રખાઈ હતી. ત્યારબાદ ડકવર્થલુઈસ સ્ટર્ન – DLS પદ્ધતિ મુજબ ભારતને જીતવા 96 રનનો લક્ષ્યાંક અપાયો છે. આ પહેલા અમેરિકાની ટીમમાંથી સૌથી વધુ 36 રન નિતીશ સુદીનીએ બનાવ્યા. જ્યારે ભારત તરફથી સૌથી વધુ પાંચ વિકેટ હેનિલ પટેલે લીધી. તો દિપશે દેવેન્દ્રન, આર.એસ.અમરીશ, ખિલાન પટેલ, અને વૈભવ સૂર્યવંશીએ એક-એક વિકેટ લીધી હતી.
Site Admin | જાન્યુઆરી 15, 2026 7:26 પી એમ(PM)
ICCની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેના વિશ્વકપમાં ભારત સામે અમેરિકાની ટીમ 107 રનમાં ઓલઆઉટ