ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા —ICAI દ્વારા લેવામાં આવેલી CAની ફાઉન્ડેશન, ઇન્ટરમિડિએટ અને ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.પ્રથમ વખત ત્રણેય પરીક્ષાના પરિણામ એક સાથે જાહેર થયા છે. CA ફાઇનલમાં દેશભરનાં ટોચનાં 30 વિદ્યાર્થીમાં અમદાવાદના બે વિધાર્થીઓનો સમાવેશ થાય છે. પ્રિયલ જૈને 18મો જ્યારે પાર્થ શાહે 28મો ક્રમ મેળવ્યો છે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ગત વર્ષ કરતા ઘટ્યું છે.અમદાવાદ ચેપ્ટરમાં ફાઉન્ડેશનનું 13, ટકા, ઇન્ટરમિડિયેટનું 10.62 ટકા, અને ફાઇનલમાં 19.35 ટકા પરિણામ આવ્યું છે.ફાઇનલની પરીક્ષામાં ભાવનગર કેન્દ્રમાં માનસી દિલીપભાઈ પારેખે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
Site Admin | જુલાઇ 8, 2025 8:53 એ એમ (AM)
ICAI દ્વારા લેવામાં આવેલી CA ફાઇનલની પરીક્ષામાં દેશનાં ટોચનાં 30માં અમદાવાદના બે વિદ્યાર્થીઓ