ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 18, 2024 3:05 પી એમ(PM) | I.C.C. | t-20 | ક્રિકેટ

printer

I.C.C. T-20 ક્રિકેટ વિશ્વકપ માટે સુપર એઈટની ટીમો નક્કી

I.C.C. T-20 ક્રિકેટ વિશ્વકપ માટે સુપર એઈટની ટીમો નક્કી થઈ ગઈ છે. નેપાળને હરાવી બાંગ્લાદેશ આ તબક્કામાં પસંદગી પામનારી અંતિમ ટીમ બની ગઈ છે. સુપર એઈટની મેચો આવતીકાલથી 25 જૂન દરમિયાન રમાશે.
પ્રથમ જૂથમાં ભારત, ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે. જ્યારે બીજા જૂથમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા છે. સુપર એઈટની પ્રથમ મેચ આવતીકાલે અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. જ્યારે ભારતની આ તબક્કામાં પ્રથમ મેચ અફઘાનિસ્તાન સાથે 20મી જૂને રમાશે. આ તમામ મેચ વેસ્ટ ઈન્ડીઝમાં રમાશે. દરેક જૂથની 2 ટોચની ટીમ સેમિફાઈનલ માટે પસંદગી પામશે.
સુપરએઈટમાં દરેક ટીમે ત્રણ મેચ રમવી પડશે અને સેમિફાઈનલમાં પહોંચવા માટે 2 મેચમાં જીતવું પડશે.