I.C.C. મહિલા ટી-20 વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે મેચ રમાશે. હરમનપ્રિત કૌરનાં સુકાની હેઠળની ભારતીય ટીમ આજે દુબઈમાં ન્યૂ ઝિલેન્ડ સામે પોતાના વિશ્વકપના અભિયાનનો પ્રારંભ કરશે. દરમિયાન બપોરે રમાનારી મેચમાં વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. આકાશવાણી F.M. રેઈન્બો ચેનલ પર સાંજે સાત વાગ્યે મેચથી ઑફ-ટ્યૂબ લાઈવ કોમેન્ટ્રી હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રસારિત કરશે.
ગઈકાલે શારજાહમાં રમાયેલી સ્પર્ધાની બીજી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 31 રનથી હરાવ્યું હતું. પાકિસ્તાન માટે સાદિયા ઈકબાલે ત્રણ વિકેટ લીધી, જ્યારે ફાતિમા સના, ઓમૈમા સોહેલ અને નશરા સંધૂએ 2-2 વિકેટ લીધી હતી. આ પહેલા પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઑવરમાં બધી જ વિકેટ ગુમાવી 116 રન બનાવ્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી માત્ર 85 જ બનાવી શકી. આ મેચમાં પાકિસ્તાનનાં સુકાની ફાતિમા સનાને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરાયાં હતાં.
Site Admin | ઓક્ટોબર 4, 2024 9:04 એ એમ (AM)
I.C.C. મહિલા ટી-20 વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મેચ રમાશે.
