માર્ચ 4, 2025 7:35 પી એમ(PM) | ક્રિકેટ

printer

I.C.C.ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની સેમિ-ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ- I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની પ્રથમ સેમિ-ફાઈનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સ્ટિવ સ્મિથે 73 અને એલેક્સ કેરીએ 61 રન કર્યા હતા. ભારત વતી મહમ્મદ શમીએ ત્રણ અને રવીન્દ્ર જાડેજા તથા વરૂણ ચક્રવર્તીએ બે-બે વિકેટ ઝિડપી હતી.
દુબઈમાં ચાલી રહેલી આ મેચમાં છેલ્લાં અહેવાલ પ્રમાણે ભારતે 17 ઓવરમાં 2 વિકેટે 85 રન કર્યા છે
બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે જીત્યા બાદ ભારતે પોતાની અંતિમ લીગ મૅચમાં ન્યૂઝિલૅન્ડને પણ 44 રનથી હરાવ્યું હતું, સ્ટીવ સ્મિથના સફળ નેતૃત્વમાં ઑસ્ટ્રિલયા એક મોટી ટૂર્નામૅન્ટની બીજી સેમિ-ફાઈનલમાં પહોંચી છે. ટૂર્નામૅન્ટની બીજી સેમિ-ફાઈનલ મૅચ આવતીકાલે ન્યૂઝિલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાકિસ્તાનના લાહોરમાં રમાશે. ફાઈનલ મૅચ આ રવિવારે રમાશે.