ડિસેમ્બર 7, 2025 11:41 એ એમ (AM)

printer

ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલે ગાંધી મૂલ્યોને અનુસરવા વિદ્યાર્થીઓને અપીલ કરી

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાઈ રહેલા બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવના આજે બીજા દિવસે સમાપન સમારંભ યોજાશે. ગઇકાલના પ્રથમ દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે ગાંધી મૂલ્યોને અનુસરવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા આસામી નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, મૂક અભિનય, દેશભક્તિ ગીત, આદિજાતિ નૃત્ય, રાસ ગરબા સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. વર્ષ 1925માં સ્થપાયેલ સ્નાતક સંઘને 6 ડિસેમ્બરે 100 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં આ ઉજવણી થઇ રહી છે.