રોજીંદી વસ્તુઓ અને સેવાઓ પરના GST દરોમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યો છે. તેમણે જણાવ્યુ, આ સુધારાથી કરોડો મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો, નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને ફાયદો થશે. આ સાથે રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઇ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ નિર્ણયની પ્રશંસા કરી. જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આ નિર્ણયને આવકારતા કહ્યું કે GST દરોમાં સુધારાથી આરોગ્યલક્ષી સેવાઓમાં રાહત મળશે.
આ નિર્ણયને રાજ્યના વિવિધ વેપારી મંડળોએ પણ આવકાર્યો છે. ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ GCCIના અધ્યક્ષ સંદીપ એન્જિનિયરે કહ્યું, આ સુધારા વેપારીઓ અને ઉદ્યોગકારો માટે લાભદાયી નીવડશે.
દક્ષિણ ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળના અધ્યક્ષ નિખિલ મદ્રાસીએ કહ્યું, રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રોને પ્રોત્સાહન મળશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા GST માં થયેલા મોટા ફેરફારોને આવકારવામાં આવ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 7:16 પી એમ(PM)
GST દરોમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મુખ્યમંત્રી, મંત્રીઓ સહિત વેપારી મંડળોએ આવકાર્યો