આ સ્વતંત્રતા દિવસે, લાલ કિલ્લાની પ્રાચીર પરથી, પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ આગામી પેઢીના GST સુધારાઓની જાહેરાત કરી હતી. આ મહિનાની ત્રીજી તારીખે, જ્યારે GST કાઉન્સિલે નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં કર દર ઘટાડ્યા ત્યારે તેમનું વિઝન સાકાર થયું. આજે, આપણે કાપડ ક્ષેત્ર પર એક નજર નાખીએ છીએ.આગામી પેઢીના સુધારા હેઠળ કાપડ ઉદ્યોગ પર મોટા કર ઘટાડાથી સામાન્ય માણસ પરનો નાણાકીય બોજ હળવો થયો છે. માનવ-નિર્મિત ફાઇબર્સ પરના GST દર અગાઉ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યા છે. જ્યારે માનવ-નિર્મિત યાર્ન પરના GSTને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. કાપડ ક્ષેત્રમાં ખર્ચમાં ઘટાડો થવાની, માંગમાં વધારો થવાની અને નિકાસ વધવાની અપેક્ષા છે. દરમિયાન, 2 હજાર 500 રૂપિયા પ્રતિ નંગ સુધીના રેડીમેડ ગાર્મેન્ટ્સ પરનો GST પણ 5 ટકા કરવામાં આવ્યો છે, જેનાથી ફેશનેબલ વસ્તુઓ સસ્તી બનતા અને માંગમાં વધારો થશે. કાપડના વેપારીઓએ આ પગલાંને આવકારીને કર ઘટાડાથી વૈશ્વિક બજારોમાં નિકાસ સ્પર્ધાત્મકતા વધશે અને ભારતની વૈશ્વિક કાપડ હબ બનવાની મહત્વાકાંક્ષાને ટેકો મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 9:03 એ એમ (AM)
GST કાઉન્સિલે નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં કર દર ઘટાડ્યા ત્યારે તેમનું વિઝન સાકાર થયું
