ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 22, 2024 9:02 એ એમ (AM)

printer

GST કાઉન્સિલની ગઇકાલે સંપન્ન થયેલી બેઠકમાં GST ને લગતા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા

GST કાઉન્સિલની ગઇકાલે સંપન્ન થયેલી બેઠકમાં GST ને લગતા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્ય મંત્રીઓ નાયબ મુખ્ય મંત્રીઓ, રાજ્યના નાણાં મંત્રીઓ અને નાણાં મંત્રાલયના અધિકારીઓએ ભાગ લીધો હતો.
બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સીતારમણે કહ્યું કે GST કાઉન્સિલે ફોર્ટિફાઇડ ચોખા પર કરનો દર ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લીધો છે અને પ્રી-પેકેજ અને લેબલવાળી વસ્તુઓની વ્યાખ્યામાં સુધારો કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે GST કાઉન્સિલે ઘણી વસ્તુઓ પર ટેક્સના દર ઘટાડવા અથવા છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે જીન થેરાપીને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત, પેનલ્ટી ચાર્જીસ, બેંકો અને NBFCsના લેટ પેમેન્ટ ચાર્જીસ પર GST વસૂલવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના ટ્રેનિંગ પાર્ટનર્સને GSTમાંથી મુક્તિ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ નિર્ણય નોટિફિકેશન જારી થયા બાદ લાગુ કરવામાં આવશે.