સપ્ટેમ્બર 19, 2025 1:49 પી એમ(PM)

printer

GSTના દરોમાં ઘટાડાનો ફાયદો ખેડૂતો સુધી પહોંચે તેની ચર્ચા માટે કેન્દ્રીય કૃષિમંત્રીએ નવી દિલ્હીમાં બેઠક યોજી.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં કૃષિ મશીનરી માટે GST સુધારાઓ પર એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિ મશીનરી અને સાધનો પરના GST દર કેટલાંક પર 12 અને કેટલીક વસ્તુઓ ઉપરના 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાના તાજેતરના નિર્ણય પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઘટાડાનો ખેડૂતોને સૌથી વધુ લાભ મળે અને આ સુધારાઓના સરળ અમલીકરણ માટે વ્યૂહરચના ઘડવામાં આવે. મીડિયાને સંબોધતા, મંત્રીએ ભાર મૂક્યો કે, આ ઘટાડાથી ખેડૂતોની આવકમાં વધારો થશે

શ્રી સિંહે જણાવ્યું કે, ટ્રેક્ટર અને ખેતી યાંત્રિકીકરણ સંબંધિત તમામ સંગઠનોના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. મંત્રીએ ઉમેર્યું કે ટ્રેક્ટર એન્ડ મિકેનાઇઝેશન એસોસિએશન, ઓલ ઇન્ડિયા કમ્બાઇન્ડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (AICMA), એગ્રીકલ્ચરલ મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (AAMA) અને પાવર ટિલર એસોસિએશન ઓફ ઇન્ડિયા વર્ચ્યુઅલી અને ફિઝિકલ રીતે મીટિંગમાં જોડાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.