ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ – GSRTC દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન બસના આઠ હજાર 648 જેટલા વધારાના ફેરાનું આયોજન કરાયું. તે અંતર્ગત ત્રણ લાખ 78 હજારથી વધુ મુસાફરોને તેમના વતન સમયસર અને સલામત રીતે પહોંચાડાયા હતા. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ નડિઆદ અને સુરત શહેરથી ત્રણ હજાર 151 ફેરા પૂર્ણ કરીને એક લાખ 32 હજારથી વધુ મુસાફરો તેમના વતને પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર દરમિયાન S.T. નિગમના તમામ વિભાગ દ્વારા 16થી 20 ઑક્ટોબર દરમિયાન વધારાની બસનું સંચાલન કરાયું હતું.
Site Admin | ઓક્ટોબર 29, 2025 2:59 પી એમ(PM)
GSRTC દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન બસના આઠ હજાર 648 જેટલા વધારાના ફેરાનું કરાયું હતું આયોજન.