રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ – GSRTCના તમામ કર્મચારીઓને 10 હજાર રૂપિયા તહેવાર પેશગી રકમ આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને પાંચ હજાર રૂપિયા સુધી પેશગી એટલે કે, અગાઉથી અપાતું મહેનતાણું અપાતું હતું, પરંતુ હવે નિગમના તમામ કર્મચારીઓને 10 હજાર રૂપિયાની સહાય અપાશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના હસ્તકના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમાં GSRTCના 36 હજારથી વધુ કર્મચારીઓ માટે આ નિર્ણય કરાયો હતો. સાથે જ બેઠકમાં 26થી 30 તારીખ સુધી સ્વચ્છતા અને જળબચાવો ઝૂંબેશ હેઠળ રાજ્યની તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – RTO અને તમામ ST બસ મથકમાં વિશેષ ઝૂંબેશ યોજવાનો પણ નિર્ણય કરાયો છે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 7:57 પી એમ(PM)
GSRTCના તમામ કર્મચારીઓને 10 હજાર રૂપિયા તહેવાર પેશગી રકમ અપાશે
