ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 26, 2025 7:20 એ એમ (AM) | Foot Ball | GSFA

printer

GSFA દ્વારા ગુજરાત સુપર લીગની બીજી સિઝનની જાહેરાત કરાઇ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી પહેલી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગની બીજી સિઝનના આયોજનની જાહેરાત કરવામા આવી છે. GSFAના પ્રમુખ પરિમલ નથવાણીએ GSL સિઝન 2 માં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, શ્રી નથવાણી દ્વારા સત્તાવાર GSL ટ્રોફી અને ટીમ જર્સીનું પણ અનાવરણ કરાયું હતું.
GSL ટાઇટલ માટે છ ફ્રેન્ચાઇઝી ટીમોમાં અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ ,કર્ણાવતી નાઈટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ ,સુરત સ્ટ્રાઇકર્સ અને વડોદરા વોરિયર્સનો સમાવેશ થાય છે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ