GPSC ના ચેરમેન હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી અને આરોગ્ય વિભાગ માટે સૌથી મોટી ભરતી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગમાં બે હજાર કરતાં વધુ જગ્યાઓ ઉપર ભરતી કરાશે. જે અંતર્ગત તબીબી અધિકારી વર્ગ -2 માટે 1 હજાર 506 જગ્યા, જનરલ સર્જન તજજ્ઞ માટે 200, ફિઝિશિયન તજજ્ઞ માટે 227, ગાયનેકોલોજિસ્ટ માટે 273, તથા વીમા તબીબી અધિકારી માટે 147 જગ્યા સહિત 2 હજાર 804 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પૂરતા ઉમેદવારો મળ્યા ન હોવાનાં કારણે જગ્યા ભરાઈ ન હતી, જેથી અત્યારે આ ભરતી બહાર પાડવામાં આવી છે.
નોંધનીય છે કે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ઉમેદવારી કરી શકશે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:16 પી એમ(PM)
GPSC ના ચેરમેન હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી અને આરોગ્ય વિભાગ માટે સૌથી મોટી ભરતી જાહેરાત કરી
