ગુજરાત જાહેર સેવા આયોગ- G.P.S.C. દ્વારા આજે વર્ગ એક અને બે માટેની પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યના 21 જિલ્લાઓમાં આજે બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ગુજરાત વહીવટી સેવા વર્ગ એક, ગુજરાત મુલ્કી સેવા વર્ગ એક અને વર્ગ બે તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પરીક્ષા યોજાશે.દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં આજે પરીક્ષા માટે ફાળવવામાં આવેલા 10 જેટલા કેન્દ્ર પર બે હજાર 534 જેટલા ઉમેદવાર પરીક્ષા આપશે.
Site Admin | એપ્રિલ 20, 2025 10:02 એ એમ (AM)
GPSCની વર્ગ એક અને બેની આજે પરીક્ષા 405 કેન્દ્ર પર 97 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
