ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 27, 2025 2:23 પી એમ(PM)

printer

‘GP-SMASH’ દ્વારા અત્યાર સુધીમાં 850થી વધુ ફરિયાદોનો સુખદ નિકાલ કરાયો.

સોશિયલ મીડિયા મારફતે નાગરિકો સાથે જોડાવા ગુજરાત પોલીસે શરૂ કરેલી પહેલ ગુજરાત પોલીસ-સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ એટલે કે ‘GP-SMASH’ દ્વારા અત્યાર સુધીમાં 850થી વધુ ફરિયાદોનો સુખદ નિકાલ કરાયો છે.
સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર થતી ગુના સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ નાગરિકોની ફરિયાદોને GP-SMASHની રાજ્ય સ્તરીય ટીમ ૨૪*૭ રિયલ ટાઈમમાં ટ્રેસ કરે છે.
આ પહેલ હેઠળ તમામ જિલ્લા, રેન્જ અને એકમોમાં પણ એક અલાયદી ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત રાજ્યના નાગરિકોના ખુબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. અત્યાર સુધીમાં રજૂઆતો-પ્રશ્નોને સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડાને ટેગ કરી તેનું સમયસર નિરાકરણ લાવવા સૂચના અપાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.