મે 18, 2025 9:15 એ એમ (AM)

printer

GCAS પોર્ટલ પર પ્રવેશના પ્રથમ તબક્કાની ઓનલાઈન અરજી કરવાની મુદ્ત 21 મે સુધી લંબાવાઇ.

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી GCAS પોર્ટલ પર પ્રવેશના પ્રથમ તબક્કાની ઓનલાઈન અરજી કરવાની સુવિધા 21મી મે સુધી લંબાવવામાં આવી છે.૧૬મી મે સુધીમાં કુલ બે લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ત્વરિત નોંધણી કરાવી દીધી છે. GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓ માટે સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયામાં ક્વિક રજીસ્ટ્રેશન ૨૫મી માર્ચથી કાર્યરત કરાયું છે..સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશની કાર્યવાહી માટે યુનિવર્સિટી-કોલેજો દ્વારા એક હજાર જેટલા ફ્રી ફોર્મ ફીલિંગ સેન્ટર અને વેરીફીકેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં છે