રાજ્યની કોલેજોમાં પ્રવેશ માટેની સમાન પ્રક્રિયા – GCAS અંતર્ગત નોંધણી અને પ્રવેશ માટે વધુ એક તબક્કામાં પાંચ રાઉન્ડ શરૂ કરાશે. આ વિશેષ તબક્કામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આવતીકાલ એટલે કે 3 જુલાઇ સુધી નોંધણી કરી શકશે. ત્યાર બાદ તારીખ 7 થી 11 દરમિયાન 5 જેટલા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી GCASની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 3 લાખ 22 હજાર વિદ્યાર્થીઓ પોર્ટલ પર વેરિફાઇડ થયા છે જેમાંથી 2 લાખ 97 હજાર વિદ્યાર્થીઓને કૉલેજ તરફથી એડમિશન ઓફર થઇ છે તો 2 લાખ 25 હજાર જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ કર્યા છે. ગયા વર્ષની સ્થિતિએ આ વર્ષે જુલાઇ સુધીમાં GCAS મારફતે UG એડમિશનમાં 32 ટકા નો વધારો નોંધાયો છે.
Site Admin | જુલાઇ 2, 2025 7:05 પી એમ(PM)
GCAS અંતર્ગત નોંધણી અને પ્રવેશ માટે વધુ એક તબક્કામાં પાંચ રાઉન્ડ શરૂ કરાશે